**એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ જે પી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું** એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ જે પી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શેપિંગ ધ ફ્યુચર ઓફ વર્ક: ગીગ ઇકોનોમી વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં કી નોટ સ્પીકર તરીકે એલ કોમ ફ્યુચર ટેક પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને સીએમડી શ્રી પ્રસાદ ગંગાવકર હાજર રહ્યા હતા. આ ઉપરાંત વક્તા તરીકે શાહ એન એચ કોમર્સ કોલેજ વલસાડના પૂર્વ આચાર્ય ડોક્ટર જે.એમ નાયક તેમજ મા ફાઉન્ડેશનના સીઈઓ મિસ્ટર અમિત મહેતા તેમજ એન્જય આઈ ટી સોલ્યુશન્સ લિમિટેડ ના એમડી અને સીઈઓ મિસ્ટર લિમેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પેપર પ્રેઝન્ટેશન ચેર પર્સન તથા ગ્રુપ ડિસ્કશન પેનાલિસ્ટ તરીકે ડોક્ટર ગૌરાંગ રામી તેમજ ડોક્ટર રાજુ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.આ કોન્ફરન્સમાં અલગ અલગ કોલેજના અધ્યાપક મિત્રો, રિસર્ચ સ્કોલર તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં કુલ ૬૩ લોકો એ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં ગીગ ઇકોનોમી પર કુલ ૩૪ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૬ પેપરને બેસ્ટ પેપર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ મા સ્વાગત પ્રવચન ડોક્ટર ગંગા બેન પટેલ દ્વારા તેમજ આભારવિધિ ડો. તપન સિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર શિવાની આચાર્ય તેમજ ડોક્ટર સતવિન્દર કોર ધનજાલ, ડોક્ટર બિંદુ ત્રિવેદી, ડોક્ટર વિક્રમ ભારત, ડોક્ટર વૈશાલી ચાવડા, દિવ્યાની પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ધી પારડી એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ શ્રી હેમંત દેસાઈ એ અભિનન્દન પાઠવ્યા હતા.