એન. કે. દેસાઈ કોલેજ માં ઇન્ટર્નશીપનું પ્રેઝન્ટેશન યોજાયું. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીના ફાઇનલ યર બી. એસ. સી. અને બી. કોમ. ના વિધાર્થીઓ દ્વારા દિવાળી વેકેશન દરમ્યાન કરવામાં આવેલ ઇન્ટર્નશિપ માં શીખવા મળેલ બાબતો અંગેનું પ્રેઝન્ટેશન યોજાયું હતું. જેમાં કુલ ૬૦ વિધાર્થીઓ દ્વારા ૨૫ કંપનીઓ, બેંકો, અને ઓફિસો માં કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનને જજ કરવાં માટે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ તરીકે શ્રી દીપકભાઈ પંચાલ, શ્રી નિર્મલ દેસાઈ અને શ્રી દિગંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા વિધાર્થીઓ ના આ પ્રયત્ન ને સન્માનિત કરવામાં આવ્યો હતો. અને આગળના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર આયોજન કોલેજના કોઓર્ડિનેટર શ્રી વિરલ ગજરે ના માર્ગદર્શન હેઠળ ડૉ. અજય પટેલ, વત્સલ પંચાલ, ડૉ. શિવાની આચાર્ય અને જીનિષા ભૈસારે દ્વારા કરવામાં આવી હતી. આ સફળ આયોજન બદલ સોસાયટીના ટ્રસ્ટીઓ દ્વારા અને કોલેજ કેમ્પસ ડાયરેક્ટર ડો. દીપેશ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા